ટ્રમ્પ સાથે બાખડનારા ઝેલેન્સ્કીને યુરોપ અને વિશ્વના નેતાઓનું સમર્થન

ટ્રમ્પ સાથે બાખડનારા ઝેલેન્સ્કીને યુરોપ અને વિશ્વના નેતાઓનું સમર્થન

ટ્રમ્પ સાથે બાખડનારા ઝેલેન્સ્કીને યુરોપ અને વિશ્વના નેતાઓનું સમર્થન

Blog Article

લોસ એન્જેલસના ડોલ્બી થીયેટરમાં સોમવાર, 3 માર્ચે યોજાયેલા 97માં ઓસ્કાર એવોર્ડ સમારંભમાં રોમેન્ટિંક કોમેડી ફિલ્મ ‘અનોરા’  પાંચ એવોર્ડ સાથે છવાઈ ગઈ હતી. આ ફિલ્મને બેસ્ટ પિક્ચર, બેસ્ટ એક્ટ્રેસ (મિકી મેડિસન), બેસ્ટ ડારેક્ટર, બેસ્ટ ફિલ્મ એડિટિંગ અને બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેનો એવોર્ડ મળ્યો હતો. બીજી તરફ ફિલ્મ બ્રુટાલિસ્ટ માટે એડ્રિયન બ્રોડીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ ‘ધ બ્રુટાલિસ્ટ’ને ત્રણ એવોર્ડ મળ્યાં હતાં.

ભારતમાં પ્રથમ વખત ઓસ્કાર એવોર્ડ સમારંભનું જીયોહોટસ્ટાર પર લાઇમ સ્ટ્રીમિંગ કરાયું હતું. એવોર્ડ સેરેમનીમાં કુલ 23 કેટેગરીઓમાં એવોર્ડની જાહેરાત કરાઈ હતી. સીન બેકરની રોમેન્ટિક કોમેડી ‘અનોરા’ સેક્સ વર્કરની કહાની પર આધારિત છે, જે એક શ્રીમંત ઉદ્યોગપતિ સાથે લગ્ન કરે છે.



બધાની નજર જેક્સ ઓડિઆર્ડની મ્યુઝિકલ ફિલ્મ એમિલિયા પેરઝ પર હતી, કારણ કે તેને 13 નોમિનેશન મળ્યાં હતાં. જોકે આ મ્યુઝિકલ ક્રાઇમ કોમેડી ફિલ્મને માત્ર બે એવોર્ડ મળ્યાં હતાં. ઝો સલદાનાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો અને આ ફિલ્મને શ્રેષ્ઠ મૂળ ગીતનો એવોર્ડ પણ મળ્યો હતો.

ઓસ્કાર શોર્ટલિસ્ટમાં સામેલ એકમાત્ર ભારતીય ફિલ્મ અનુજા હતી. આ ફિલ્મને શ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ માટે નોમિનેટ કરાઈ હતી. જોકે આ કેટેગરીમાં આઈ એમ નોટ રોબોટ ફિલ્મને એવોર્ડ મળતા ભારતને નિરાશા મળી હતી. “આઈ એમ નોટ એ રોબોટ” એ વિક્ટોરિયા વોર્મર્ડમ દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત સાયન્સ ફિક્શન ફિલ્મ છે.એડમ જે ગ્રેવ્સ અને સુચિત્રા મટ્ટાઈ દ્વારા દિગ્દર્શિત “અનુજા” નવ વર્ષની અનુજાની કહાની છે. તેને તેની બહેન સાથે મળીને શિક્ષણ અને ફેક્ટરીના કામ વચ્ચે પસંદગી કરવાની છે, આ એક એવો  નિર્ણય છે, જે તેમના બંને ભવિષ્યને આકાર  આપે છે. તેમાં સજદા પઠાણ અને અનન્યા શાનભાગ અભિનેતા છે. “અનુજા”માં બે વખતના ઓસ્કાર વિજેતા નિર્માતા ગુનીત મોંગા અને અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ એક્ઝિક્યુટિવ નિર્માતા તરીકે અને હોલીવુડ સ્ટાર-લેખક મિન્ડી કલિંગ નિર્માતા તરીકે છે.

કિયરન કલ્કિનને અ રિયલ પેઈન ફિલ્મમાં તેની ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ઓસ્કાર મળ્યો હતો. એમિલિયા પેરેઝમાં તેના અભિનય માટે ઝો સાલ્ડાનાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે પસંદ કરાઈ હતી.

કોનન ઓ’બ્રાયને સંચાલિત કરેલા 97મા એકેડેમી એવોર્ડ્સમાં તાજેતરના લોસ એન્જલસ જંગલની આગના હીરો અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ શોની શરૂઆત વિકેડના ઓસ્કર-નોમિનેટેડ સ્ટાર્સ એરિયાના ગ્રાન્ડે અને સિન્થિયા એરિવોના પરફોર્મન્સથી થઈ હતી.

Report this page